ભુજ એટલે કચ્છનો મેઈન મોટો શહેર. 2001 માં જ્યારે કચ્છમાં ભૂકંપ આવેલો તેના પછી ભુજથી 8 થી 10 કિલોમીટર દૂર ભુજોડી ખાતે વર્ધમાન નગર તરીકે જૈનોની એક વસાહત ઊભી કરવામાં આવી વર્ધમાન એટલે જે પ્રગતિ કરે જે હંમેશા વધે એવો નગર એટલે વર્ધમાન નગર.
જ્યારે વર્ધમાન નગર નો પ્લાનિંગ કરવામાં આવ્યું ત્યારે એમ હતું કે આ વર્ધમાન નગર તો ભુજ ને પણ ટકર મારશે. અને લોકો એ પોતાની રીતે 100 વાર, 150 વાર કે 200 વાર ના કોઇએ પ્લોટ લીધા તો કોઇએ સમાજ બનાવીને આપે એ રીતે તૈયાર બંગલા લીધા. કોઇએ ખરેખર રહેવા માટે તો કોઇએ ભવિષ્ય માં રહીશું એમ વિચારી ને લીધા. હમણાં જ્યારે અમે મુંબઈ થી વર્ધમાન નગર માં રહેવા આવવાનું વિચાર્યું અને ઓળખીતા પાડખીતા ને વાત કરી કે તરત બધાજ કેહવા લાગ્યા કે ભાઈ આવી ભૂલ નહીં કરતો. મુંબઈ માં સરસ રીતે સેટ છો પોતાની જગ્યા છે, સારો સેટ થયેલો ધંધો છે, બે જગ્યાએ સમાજ માં કમિટીમાં છો અને તારા કામથી બધાં ખુશ છે. ત્યાં જઈને પસ્તાઈશ.
હું 52 વર્ષનો અને મારી પત્ની 50 વર્ષની છે અને આજે અમે 20 દિવસ થયા અહી હંમેશને માટે રેહવા આવી ગયા છીએ અને ખૂબ ખુશ છીએ. ખરેખર સારી જગ્યા છે અને જો આપણે બધા જૈન અહીં રહીને આ જગ્યા ને હજી વધારે વિકાસ કરી શકીયે એમ છીએ. તો જે લોકોનાં મકાન છે તેમને આ લેખ સાથે અહીં રેહવાંનું આમંત્રણ આપું છું.