આધુનિક નારી

આધુનિક નારી - હિના જિનેશ શાહ, અમદાવાદ (માંડવી)

હા, હું આધુનિક નારી છું.
કંઇક કેટલાય સ્વરૂપે જન્મું છું.
પુત્રી, પ્રેમિકા, પત્ની ને માતા, આમ,
કંઈક કેટલાંય કિરદાર નિભાવુ છું.

કંઈક કેટલાંય સપના સાથે જીવું છું,
ફક્ત ચાર દિવાલ મા ન રહેતા,
હું આખાય વિશ્વ મા ફરું છું.

હા, હું આધુનિક નારી છું.
લોકડાઉનના આ સમયમાં ,
સવારથી ચાલ્યા કરુ છું.
નથી કામવાલી કે નથી રસોઈ વાલી,
તેમ છતાં, ઘર અને ઓફિસ બન્નેને સાથે લઈ ચાલુ છું.

ભલે ને સમય નથી, ઘડીક પણ બેસવાનો,
તેમ છતાં, હસતાં હસતાં હર એક જવાબદારી નિભાવતી જાઉં છું.

હા, હું આધુનિક નારી છું.
ક્યારેક જીન્સ પહેરું, તો ક્યારેક ,
સાડીમાં પણ સજ્જ હોઉં છું.
સવાર ના મંદિર, ને સાંજે જીમ પણ જાઉં છું.

હા, હું આધુનિક નારી છું.
માતા- પિતા ની વ્હાલી દિકરી,
મારા પ્રેમી ની પ્રિયતમા ,
મારા પરમેશ્વર ની પત્નિ ને,
મારા સંતાન ની માતા,

હર એક કિરદાર નિભાવતી જાઉં છું.
હર એક સંબંધને સાથે લઈ ચાલતી જાઉં છું.
દૂર ગગનમાં ઉડતી જાઉં છું.
ખિલખિલાટ હસતી જાઉં છું.
હા, હું આધુનિક નારી છું.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates