આવી જાવ મુંબઈમાં

આવી જાવ મુંબઈમાં - રમણિક શેઠ, મુલુંડ

વર્ષાઋતુની મોજ માણવા,

મેહુલિયાનો રંગ જામ્યો છે.

તેના રંગમાં રંગાવા આવી જાવ મુંબઈમાં

મેઘ ગરજે છે, વિજળી ચમકે છે,

તેના ધબકારા-ઝબકારાને જોવા માણવા આવી જાવ મુંબઈમાં.

કાળા ડિબાંગ વાદળોની વણથંભી વણઝાર લાગી છે.

જોતા રહ્યા છે વરસવાની રાહ લાઈનમાં.

આવી જાવ મુંબઈમાં...

આંખોને ઠંડક આપતી હરીયાળી ચારે તરફ છાયી છે.

તેનો નજારો લેવા આવી જાવ મુંબઈમાં.

ઠંડી ઠંડી હવાના ઝોકાં ઝૂલે છે,

આવી જાવ મુંબઈમાં.

આ વર્ષાઋતુ લાવી ઠંડક શિયાળાની,

ઠંડીની મોજ લેવા આવી જાવ મુંબઈમાં..

દરિયાનાં મોજાં પણ થાય છે ગાંડા.

આ વર્ષાના આગમનથી, તેની લહેરો,

તેની મસ્તીને માણવા,

આવી જાવ મુંબઈમાં.

મેઘની મહેર-સાગરની લહેર અને ઠંડી હવાના ઝોકાં,

આ કુદરતની કરામત માણવા જોવા આવી જાવ મુંબઈમાં.

અવસર આવો નહીં મળે, જિંદગીની મજા અહીં જ છે,

મોહમયી નગરી છે. આવી જાવ એકવાર મુંબઈમાં.

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates