આપણી સંસ્કૃતિ - આપણી ધરોહર

આપણી સંસ્કૃતિ - આપણી ધરોહર - રોનિત પૂશ્પકાંતભાઇ શાહ, વર્ધમાન નગર

ભારતીય સંસ્કૃતિ  વર્ષોથી વિશ્વના તમામ દેશોની રાહ બતાવનાર સંસ્કૃતિ રહી છે અને રહેશે વિશ્વની તમામ સંસ્કૃતિ ભાષાને વંદન પરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં પણ ભારતીય સંસ્કૃતિ પોતાનું સ્થાન સિધ્ધ કર્યું છે અને ભારતીય સંસ્કૃતિની ભાષા એટલે સંસ્કૃત પૃથ્વીને પરિવાર માનનારી આ દેશની સક્ષમ ભાષા છે કહેવાતા આનંદ થાય કે જ્યારે વિશ્વમાં જ્યારે ટોકિંગ કોમ્પ્યુટરની વાત આવી ત્યારે બધી જ ભાષાઓની ચકાસણી કર્યા પછી સંસ્કૃત ભાષાની પસંદગી કરવામાં આવી કેમ કે જે બોલાય છે તેજ લખાય છે અને તેમજ લખેલું છે તેજ સમજાય છે એટલે બધી જ ભાષાઓ માંથી સંસ્કૃત ભાષાની પસંદગી કરવામાં આવી જેનો આપણે બધાને ગર્વ લેવો જોઈએ.

૨૩મી માર્ચ એટલે આપણા ભારતના ત્રણ મહાન ક્રાંતિકારી ભગતસિંહ રાજગુરુ તેમજ સુખદેવને ફાંસીએ ચઢાવી દેવામાં આવે ત્યારે આ દિવસે આપણે આવા વીરશહીદોને યાદ કરીને તેમની પુણ્યતિથિએ તેમના ચરણોમાં શત શત વંદન કરીએ.

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણ યુવાનો આપણા ભારત દેશને આઝાદ કરવા માટે બલિદાન આપ્યા છે ત્યારે આપણે બધા આ શહીદી તેમજ ભારતના અસંખ્ય ક્રાંતિકારીઓની શહિદિ વેડફાય નહિ તે માટે આપણે બધાને આગળ આવવું પડશે કેમ કે આ દેશ ક્રાંતિનો દેશ છે. હર હંમેશ આપણે બધા સક્ષમ નથી હોતા કે બધા સરહદો પર જઈને ભારતમાતાની રક્ષા કરીએ દેશની સુરક્ષામાં કાર્યરત થઇએ અને દેશભક્તિ કરીએ પરંતુ આજે ચારે તરફથી ભારતીય સંસ્કૃતિ પર આક્રમણ થઈ રહ્યા છે તેને રક્ષણ આપવું દેશને સ્વચ્છ રાખીએ,  માવા ખાવાનું બંધ કરીએ અને ખાતા હોય તો જ્યાં-ત્યાં થુંકીને દિવાલો લાલ કરવાનું બંધ કરીએ, ખોટા વિચારો, ખોટી વાતો, ખોટી રીતો, ઊંચનીચના ભેદભાવો, આ બધું જ બંધ કરીએ ને પણ આપણે આપણી દેશભક્તિ દાખવી શકીએ છીએ બધી જગ્યાએ સમાજમાં તેમજ દેશમાં અઢારે વર્ણ ભેગા થઈએ તો કોઈ કામ એવું નથી જે અશક્ય છે આ બધા જ ઉપર કીધું એ કામ બંધ કરીને ભારતની સંસ્કૃતિને આગળ નવી દિશા અપાવશો ને ત્યારે જ વીરશહીદોની સાચી અંજલિ અર્પણ થઈ ગણાશે.

આપણી સંસ્કૃતિ ભગતસિંહ જેવા વીરપુરુષોને દેશ પ્રત્યે સમર્પણ શીખવે છે તો સરદાર પટેલ જેવા વીરપુરુષો ત્યાગ શીખવે છે સમર્પણ અને સંસ્કૃતિને આપણે આજે ખોટી રમતોમાં વેડફીને ફક્ત અને ફક્ત સમય વેડફીએ છિયે. પબ-જી જેવી ગેમો આજે સામાજિક દૂષણ બનીને વિદેશી આક્રમણ થઇ રહ્યું છે ત્યારે દેશના યુવાનો આક્રમણથી બચીને પોતાનું ધ્યાન વીરપુરુષોની યશોગથા તેમજ કરેલા કામ પર ધ્યાન આપવું પડશે આ બધી ગેમો  એ દુષણો છે અને ભારતના યુવાનોને ગેરમાર્ગે દોરવે છે તે સમજવું પડશે કેમ કે ગુટકા, તમાકુ, સિગારેટની સાથે પબજી પણ એક નશાનું મહાકાય સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે જો નશો જ કરવો હોય તો ભારતની સંસ્કૃતિનું, સંસ્કારનું, ચરિત્રનું, દેશભક્તિનો, આ બધી જ વસ્તુઓનો કરી શકો છો બાકિ શહિદોએ કુરબનિ પબ-જી જેવા નસા કરવા માટે નથી આપી માટે જો સંસ્ક્રુતિને  નજરમા લઇને આગળ  વધિશુ તો જરૂરથી સફળતા મડસે અને ભારતને નવી દિશા આપવાના કાર્યમાં આગળ વધી શકીશું.

ભારતીય સંસ્કૃતિમાં આજના કોરોના જેવા મહાકાય વાયરસનો ઉપચાર આપણી સંસ્કૃતિમાં પહેલાથી જ પ્રવર્તમાન છે જેમ ખાવામાં શાકભાજી,ફડ, ચોખા, બાજરી, તેમ બોલતી વખતે રૂમાલ રાખવો જેને આજે આપણે માસ્ક પહેરવાની સલાહ આપીએ છીએ એ તો ભારતની જૈન સંસ્કૃતિમાં સાધુ સાધ્વીઓ પહેલાથી જ મુપતિનો ઉપયોગ કરે જ છે, કોરોના સામે ગરમ પાણી પીવું એ પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં પહેલાથી જ પ્રવર્તમાન છે હાથ મિલાવવાને બદલે આજે દુનિયા “નમસ્કાર”કરે છે એ પણ આપણી ભારતીય સંસ્કૃતિની જ દેન છે અનેક વખત લોકો ભારતને લૂંટી ગયા છતાં પણ ભારતની ધરોહરને કાંઈ જ  થયું નથી અને થવાનું પ્ણ નથી કેમકે આપણી સંસ્કૃતિ અડીખમ ઉભી છે એટલે જ મારો ભારત દેશમ હાન છે અને રહેશે .

આજે ૨૩મી માર્ચે શહિદ વંદના માટે આપણે પણ પ્રતિજ્ઞા લઈએ અને જેટલું બને તેટલું આપણે ભારત દેશને કેમ સુદ્રઢ બનાવી શકીએ તે દિશામાં પ્રયત્નો કરીએ તેમજ ભારતના વારસાનુ જતન અને સંવર્ધન કરીએ તેમજ હંમેશા દેશમાં કોમી-એકતા જાળવી રાખીએ તેમજ ભારતીય સંસ્કૃતિ અપનાવી અને સાચા અર્થમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ

 

 

ભારત પહેલું હતું અને પહેલું હંમેશા રહેશે.

 

જય હિન્દ

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates