આપણે સંતાનો હતા ને હવેના સંતાનો

આપણે સંતાનો હતા ને હવેના સંતાનો - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢસીસા)

પહેલાના સમય માં આપણે આપણાં મા – બાપના સંતાનો હતા અને  હવેના સંતાનો વચે નો તફાવત.      

આપણે ભાઈ બહેનના ભલે 4–5 નંબર હતો પણ સહેલાઈથી વિનમ્રતા આજ્ઞા માતા પિતાની પાળતા.  

સાધન – સુવિધાઓ ઓછી  મળતી પરંતુ  ક્યારેક પણ એમ ન કહેતા મને આ વસ્તુ જોઈએ જ જિદ્દ પકડીને ન બેસતા, સૌના ભાગે જે આવતું તેમાં સંતોષ માનતા.

કેવું એ હરિયાળું બચપણ હતું મિત્રો સાથે ભાગા દોડીમાં રેસમાં જ ક્યાં સ્કૂલ આવી જતી  ખબર ના પડતી. ફ્ક્ત 15પૈસા  ટોસ, 20પૈસા પીપર ગોલા આવી અનેક વસ્તુ આવી જતી.

વચ્ચે જમવા રિસેસમાં  આવીએ ત્યારે વાસણ, કચરા પોતા  કરી જતાં.

આહાહા..

શું એ જીવનમાં આનંદ હતું. 

મમી પપ્પા પાસે ક્યારેય પણ કોઈ વાતો છુપાવી ન હતી. હમેશા તેની વાતો સાંભળતા અને પોતાની વાતો પણ ખુલ્લા દિલથી જણાવી  દેતા.

ન ક્યારે ખોટા વિચાર આવતા કે જિદગી ટુકાવાનો વિચાર સુદ્ધાં ન આવતો.

ઓછા ખર્ચમાં ઘર થી બનાવેલી વાનગી લઈને પગેથી ચાલી ને જતાં પિકનિક માળી લેતા.

પરંતુ .........

હવેના સંતાનોમાં લાગણીની આકાન્શા નથી,

ગમે તેટલો તેના માતપિતા કરે પણ તેમણે કદર નથી, માતપિતાની શક્તિ હોય કે ન હોય,

માતપિતા ગમે તેટલો વ્હાલ કરે તો પણ સંતાનો ઉધત્તા પૂર્વક જ જવાબ આપે છે,

ઘણી વખત સતત આખો દિવસ કામ કરનારી માતા સંતાનોને  કહે છે, બેટા અમે તમને કેટલું વહાલથી કાર્ય કરી આપીએ છીયે ક્યારે પણ ગુસ્સો નથી આવતો,

આજની નવી પેઢીને કમ્પ્યુટર, મોબાઇલનું સમજણ અતિરેક છે. પણ જૂની પેઢીને એટલે કે ઘરના સભ્યોને શીખવું હોય તો બાળક તિરરસકર ભાવે શીખવાડે છે,

કહે છે કે તમે આટલા વર્ષો જિંદગીમાં શું કર્યું? આજની ટેકક્નોલોજી  વિષે..........

ત્યારે કહેવું પડે છે કે તમારા પાછળ સમય આપ્યો. જ્યારે સંતાનો નાના હોય ત્યારે માતા હમેશા પોતાના સંતાન અને પરિવારની જિમ્મેદારીયામાં પોતાના તમામ શોખને ગુમસુમ બનાવી દે છે,

ગમે તે સ્ત્રી હશે, પરંતુ ગમે તેટલી હાઇ પોસ્ટ  ડિગ્રી હશે, પરંતુ જ્યારે તેને પ્રેગ્નેન્સી રહે પોતે માતા બનવાની હોય ત્યારથી અને બાળક જ્યાં સુધી શાળાએ ન જાય ત્યાં સુધી સતત ઘર, પરિવાર અને સંતાનોમાં પરોવાયેલી રહે છે,

ક્યાં ખબર છે? આજના આ જનરેસનને આવી બધી બાબતોનું.......

હવેના સંતાનો ટીવીને મોબાઇલમાં વધારે સમય આપતા હોવાથી ક્યારેક મિત્રોની યોગય સંગત ન મલતા પોતાનામાં જ ગળાડૂબ થઈ જાય છે,

ગણી વખત અમુક બાબતો માતા પિતાને જણાવતા નથી જેથી તેને ખોટા સાચા નિર્ણય નો ખયાલ આવતો નથી,

ઘણા પેપરોમાં કેસ હોય છે કે નાની ઉમરે જિંદગીને ટુકવી નાખી, પાણીમાં પડીને કે ઝેરી દવા પીને

આ બધુ શેના કારણે થાય છે, હમેશા માતા પિતાથી કઈ પણ કહેવામા આજના સંતાનો મુશ્કેલી અનુભવે છે,

અને પછી પોતાને જે યોગય લાગે એ રીતે નિર્ણય લઈ લે છે, પછી તે યોગય હોય કે ન હોય,

માટે હું આજના જનરેશનને કહેવા માગું છું કે તમે માતા પિતાને મિત્ર તરીકે ગણો સુખ દુખના સાથી છે, જો એમની સલાહ સૂચન અનુસાર જિંદગીના અમુક નિર્ણયો એમના લેજો તો જિંદગીમાં તમને ક્યારે પસ્તાવાનો વારો નહિ આવે....

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates