આપણે ક્યાં?

આપણે ક્યાં? - Rakhi Birju Gandhi, Gandhidham (Patri)

લોકોની મૂંઝવણ છે કે આ યુગ ક્યાં જઈ રયો છે.. સંતાનો સંસ્કાર વિહોણા છે, માનવ માત્ર સ્વાર્થથી ભરેલો છે.. ઘોર કલિયુગ છે... બધી વાત સાચી, પણ આ માટે જવાબદાર કોણ.. શું માત્ર નવી પેઢી? વિચારવા જેવો પ્રશ્ન છે...

જૈન ધર્મના 50% ત્રણ ચાર વર્ષના બાળકોને johny johny.. twinkle twinkle સરસ આવડે છે... નવકાર મંત્ર નથી આવડતું... શું પરિવારના કોઈ સભ્યને એ નવકાર મંત્ર સીખડાવવા જેટલો સમય નથી...

સંયુક્ત પરિવારના અનેક ફાયદા છે, લોકો એડજસ્ટમેન્ટ, શેરીંગ, કેર, લેટ ગો વગેરે શીખે છે, ફેસ્ટિવલમાં અલગ માહોલ હોય છે.. તોય વિચારો કૈક એવા છે... દીકરી સંયુક્ત કુટુંબની લેવી પણ દેવી નહીં.. આ માનસિકતા બદલવાની જરૂર છે..

અંગ્રેજી કલ્ચરનું ભૂત સવાર છે આપણા પર... બહાર જતી આવતી વખતે હાય.. બાય... ન જય જિનેન્દ્ર... ન પ્રણામ... સારું કાર્ય કરવા જાઓ ત્યારે ન દહીંના સકન, ન તિલક... ખાલી ઓલ દ બેસ્ટ..

દિવાળીની રજા હોય તો પરિવાર મેળા થતા નથી.. સૌ કોઈ પોતપોતાની રીતે ફરવા નીકળી જાય... ખુશીના પ્રસંગે લાપસી કંસાર બનતા નથી.. કેક કટિંગ અવારનવાર થાય છે..

લગ્ન પછી પણ સંતાનોને દેવદર્શન નથી મોકલતા પણ ફોરેન હનીમૂન ચોક્ક્સ મોકલીએ છીએ, જીઓ ઔર જીને દો હોવું જ જોઈએ પણ સંસ્કૃતિને ભૂલીને નહીં..

જેમ ડોલર રૂપિયાને ખાઈ ગયો એમ અંગ્રેજી ભાષા અને સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ અને માતૃભાષા ખાઈ રહી છે.. હજી સમય છે.. ભાષા ભલે અંગ્રેજીનો કોઈ વિકલ્પ ન હોય.. પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો પાયો આ ભારત વર્ષને અને આપણા હિન્દુત્વને બચાવી સકશે.. ચાલો એક સંકલ્પ લઈએ..

કુટુંબમેળાનાં કંકુ છાંટણા કરી,
સંસ્કારોથી સમૃદ્ધ બનાવીએ

અંગ્રેજીનો અતિરેક મૂકી ને,
માતૃભાષા મનમાં વસાવીએ

લાગણીઓથી લીલાછમ થઇ
મકાનને ફરી ઘર બનાવીએ

પરફયુમ ડિયો સેન્ટ મૂકી દઈ,
સંબંધોની સુવાસ જીવનમાં લાવીએ..

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates