આજનું શિક્ષણ જ્ઞાનલક્ષી કે પરીક્ષાલક્ષી

આજનું શિક્ષણ જ્ઞાનલક્ષી કે પરીક્ષાલક્ષી - દીપા નિમેષ મહેતા, વિરાર (મુંદ્રા)

તમસો મા જ્યોર્તિગમય અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનરૂપી દીપક પ્રગટે એ જ સાચું શિક્ષણ. ભારતદેશની શિક્ષા પ્રણાલી ખૂબ જ જૂની છે. પ્રાચીન ભારતની શિક્ષણ પદ્ધતિથી ખૂબ જ સારા પ્રતિભાશાળી લોકો થઈ ગયા જેના કારણથી ભારતે શિક્ષણક્ષેત્રે આખી દુનિયામાં ગૌરવ પ્રાપ્ત કર્યું છે પરંતુ હવે આ શિક્ષણ પદ્ધતિ ખૂબ જ જૂની પુરાણી થઈ ગઈ છે.

પશ્ચિમનાં દેશોની સરખામણીમાં વિકસિત થઈ નથી. વર્તમાન પરિસ્થિતિમાં ભારતની શિક્ષા પદ્ધતિમાં કોઈ સુધારો આવ્યો નથી. તે પદ્ધતિ ત્યાં જ અટકેલી છે જેથી આજના સમયમાં બહુ સારી સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે પણ વિદ્યાર્થી એ જ જૂની શિક્ષા પ્રણાલીનો સિદ્ધાંત પરીક્ષા સ્વરૂપમાં અટકેલો છે. પરીક્ષાલક્ષી શિક્ષણ પદ્ધતિ ઓછી જાણકારી અને સુપ્ત બનાવી દીધી છે.

ભારતની શિક્ષા પ્રણાલી આજે પણ અનેક સમસ્યાનો સામનો કરી રહી છે જેના કારણથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી રહી છે. જીવનની કારકિદીમાં સફળતા પ્રાપ્ત કરવા માટે જ્ઞાનલક્ષી શિક્ષણ હોવું જરૂરી છે પરંતુ પરીક્ષાલક્ષી શિક્ષણ પદ્ધતિને કારણે વિદ્યાર્થીઓની બુદ્ધિમતા માત્ર ગ્રેડીંગ પદ્ધતિ સુધી સીમિત થઈ જાય છે. આ અન્યાયપૂર્વક પદ્ધતિ હોવાથી પરીક્ષા સમયે કદાચ સારો દેખાવ કરી શકશે પરંતુ વાસ્તવિક દુનિયામાં તે નિષ્ફળ થઈ જાય છે તેમજ તેનું જ્ઞાન માત્ર પુસ્તકલક્ષી બની ગયું છે જ્યારે વિશિષ્ટ વિષયોમાં પ્રેકટીકલ પદ્ધતિમાં નિષ્ફળ જ રહે છે. આ કારણથી વિદ્યાર્થીઓ સારા માર્કસ મેળવવા માટે જ પ્રયાસ કરે છે. જેમાં ઘણીવાર કોપી કરીને પણ સારા માર્કસ લાવી દે છે જે આગળનાં ભવિષ્યમાં નુકસાનકારક સાબિત થાય છે. ભારતનાં શિક્ષણ પ્રણાલીમાં પ્રેક્ટીકલ જ્ઞાન ઓછું અને પુસ્તકીયું જ્ઞાન વધારે મહત્ત્વ અપાય છે. આ ખોટા સિદ્ધાંતની શિક્ષણ પદ્ધતિ પરીક્ષાલક્ષી જ સાબિત થાય છે.

વિજ્ઞાન, ખેલકૂદ, કલા એવા ઘણા વિષયો છે જેમાં પ્રેક્ટીકલ જ્ઞાનથી જ સમજી શકાય છે. એટલા માટે જ વાસ્તવિક દુનિયામાં શિક્ષણ સાથે કદમ મિલાવવામાં મુશ્કેલી પડી રહી છે. પુસ્તકીયા જ્ઞાનના અભ્યાસ સાથે ખેલકુદ, કલા જેવી અનેક પ્રવૃત્તિમાં વિકાસશીલ કરવું જરૂરી છે.

ભારતની શિક્ષા પદ્ધતિમાં સુધારો લાવવો ખૂબ જરૂરી છે જેથી આવનારી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બને. સ્કૂલ, કૉલેજોમાં વિદ્યાર્થીને પોતાનું જે કૌશલ્ય છે તે વિકસાવવા માટે પૂરેપૂરી તક મળવી જોઈએ. ગ્રેડીંગ પદ્ધતિ હટાવીને પ્રતિભાશાળી અને વ્યવહારિક જ્ઞાન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શાળાઓમાં વ્યવહારિ  જ્ઞાનનો અભ્યાસ કરાવવો જોઈએ જેનાથી વિદ્યાર્થીની કળાનો વિકાસ થશે તેમજ જ્ઞાનનો વિસ્તાર વધશે. દરેક શાળાઓએ અદ્યતન શિક્ષણ પદ્ધતિ સ્વીકારવી જોઈએ.

આજનો વિદ્યાર્થી કાલનું ઉજ્જવળ ભવિષ્ય છે. એ સમજીને શાળામાં નિયુક્ત કરાતા શિક્ષકો પણ તાલીમ બદ્ધ હોવા જોઈએ અને તેમની કલા-કૌશલ્ય પ્રમાણે પૂરતું વેતન મળવું જોઈએ. ટૂંકમાં ભારતની શિક્ષા પદ્ધતિ બદલાશે તો સમાજ અને રાષ્ટ્રની અંદર પણ ધીમે ધીમે બદલાવ આવશે અને વિકાસપંથે આગળ વધી શકાશે.

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates