આ સમય પણ વીતી જશે.....
હે માનવ તું કેમ થંભી ગયો છે
કોરોના સાથે ની લડાઈ જે હાથે ધરી છે
તેમાં કેમ તું હાર માની રહ્યો છે
આ સમય પણ વીતી જશે
કર્મના દરેક ઘા તું ઝીલી આવ્યો છે
તો શા માટે તું થાકી ગયો છે
ફરી પ્રયત્ન કરીને તું આગળ વધ
આ સમય પણ વીતી જશે
તારા જુનુન ને ફરી થી જાગૃત કર
કુદરત ના પડકાર ને આવકારીને
ફરી થી નવો જીવન જીવવાનું પ્રયાસ કર
આ સમય પણ વીતી જશે
પરીસ્થીતી ને અપનાવાની કોશિશ કર
તારા હૃદયમાં એકજ દૃધ સંકલ્પ કર
ફરી થી તારા પગ ઉપર ઊભો થા
આ સમય પણ વીતી જશે
મહાભારત ના એ પ્રસંગ ને હંમેશા યાદ કર
જ્યારે અર્જુન કૃષ્ણ વાસુદેવ ને પૂછે છે
સુખમાં દુઃખ થાય ને દુઃખમાં સુખ થાય તેવુ શું
ત્યારે કૃષ્ણ કહે છે "આ સમય પણ વીતી જશે"